ઘણીવાર થાય કે
ઘણીવાર થાય કે


આ તારાઓ પણ કોઈના પર મરતા હશે, શાયદ..
અને એની યાદમાં તુટી જઈને ખરતા હશે, શાયદ..
ફુલોમાં લાલ, પીળા, ગુલાબી રંગ કોણ પૂરતા હશે ?
રંગબેરંગી પતંગિયા આ ફુલોને ચૂમતા હશે, શાયદ..
રોજ સાંજે ક્ષિતિજને પાર સૂરજ કેમ ઢળતો હશે ?
સહુથી છાનોછપનો સંધ્યાને જઈ મળતો હશે, શાયદ..
રાત&n
bsp;પડે ને રોજ આ રાતરાણી કેમ મહેકતી હશે ?
આસોપાલવની બાંહોમાં જઈ એ બહેકતી હશે, શાયદ..
ઝરણું ખળખળ વહી ને પથ્થરો ને શું કહેતું હશે ?
એ પ્રેમમાં ભીંજવી ને પથ્થરોને રીઝવતું હશે, શાયદ..
સમંદર કેમ રાતદિવસ સતત ઘુઘવાટ કરતો હશે ?
ચાંદને દૂર આકાશમાં જોઈ નિસાસા ભરતો હશે, શાયદ.