ઘડજો મહાભાગ્ય વતનનું
ઘડજો મહાભાગ્ય વતનનું
1 min
189
ઘડજો મહા ભાગ્ય વતનનું…..
બલિદાનથી ચૂકવ્યા ઋણ
આઝાદી શૌર્ય અજવાળું
શોભે વિજય તિલક રૂપાળું
સોંપ્યું તમોને રખવાળું
પ્રજાતંત્રના ગૌરવ વ્હાલે
ઘડજો મહા ભાગ્ય વતનનું
રાજધર્મ તવ મહામૂલો
રાષ્ટ્રહિત પ્રણ હો જતનનું
પ્રજા ઉત્કર્ષ ધર્મ જ ન્યારો
સ્વપ્નો રહે ના જ અધૂરા
ધન રાજનું છે કેળવણી
બચપણ હજો સૌ જ મધુરા
દો કામ સૌ જન હાથોને
એ રાજ જ રૂડાં કલ્યાણી
ન્યાય નીતિ ના ધરી કવચો
થાજો નવયુગી જ સુકાની(2)
રમેશ પટેલ(આકાશદીપ)
