STORYMIRROR

Masum Modasvi

Others

3  

Masum Modasvi

Others

ઘડેલી કલમ

ઘડેલી કલમ

1 min
28.1K


ઘડેલી કલમ થઇ લખાણે સવાઈ,

હવે તે બધાની નજર માં છવાઈ.


મળે રાસ રમતાં નવા રંગ ભાવે ,

મળી યાર સંગે કરીલે ભવાઈ .


સમયની ગતિના વહેતા પ્રવાહે,

મચલતી ઉમંગે તરંગો રચાઈ .


હ્રદય આશ ધારી થયા જીવનારા,

પ્રણય ભાવનાએ નભાવે સગાઈ.


સહુના ભલાના કરમના પ્રતાપે,

ઘડેલી પ્રતીમા હ્રદયમાં સમાઈ.


મિલન સાર માનવ મળે કોક સોમાં,

ચલાવે પશૂતા જમાવી ખુદાઈ


જગ્યા ભાવ મનના દબાવી ગયેલાં,

ચલે સ્વાસ માસૂમ પ્રભાવે તણાઈ.


Rate this content
Log in