ઘાત ટળી
ઘાત ટળી
1 min
200
એક ચેહરનું સ્મરણ જીવાડે છે,
એ થકી જ ઘાત ટળી જાય છે,
જીવતર તો આફતોનું રણ છે,
ગોરના કૂવાવાળી જ ઉગારે છે,
નાયણા રૂપાની દેવી પરચા પૂરે છે,
એવી ઘાત ટાળી સૌને ઉગારે છે,
ભાવના ભાવભર્યા પોકારે આવે છે,
ચેહર વાયુવેગે આવી આશા પૂરે છે,
મનની વાત કહેતાં સુખ મળે છે,
ઘાત ટાળીને લીલાં લહેર કરાવે છે,
દોષ દૂર કરીને સદબુદ્ધિ આપે છે,
સન્માર્ગે વાળીને સમૃદ્ધિ આપે છે.
