ગૌમાતા-જગદાત્રી
ગૌમાતા-જગદાત્રી
1 min
162
ગૌમાતા સૌની વહાલી માતા,
હોય દેવ કે હોય વિધાતા...!
જગતની જનની તું હે ગૌમાતા,
તું જગદાત્રી હે સુજાતા...!
તારું પાલનપોષણ કરતું જગત કલ્યાણ,
હે મનુષ્ય, આ વાત તું સારી રીતે જાણ...!
ધરતી અને બ્રહ્માંડની ઊર્જા ગૌમાતા થકી,
કરજો ગાયની સેવા ના જશો છકી...!
એ એકનું અનેક કરી દેશે પાછું વળતર,
નહિંતર જિંદગીમાં થશે તારા પુણ્યનું ગળતર...!
ગૌમાતાની વેદના સમજો ના કરો એને લાચાર,
નહીંતર કુદરત અને બ્રહ્માંડની ઊર્જા સહુને
નહીં છોડે લગાર...!
