એય જલસા
એય જલસા
1 min
156
આમજ પાયાનાં પથ્થર બને બીજાને,
એય તૈયાર માલે જલસા કરે બીજાને,
લહેરી લાલા મોજ જલસા કરી જાણે,
ઘરમાં વડીલો ચૂપચાપ બેસી રહી જાણે,
બીજાનાં રૂપિયે આનંદ, ઉત્સવ કરે છે,
અહીંની ટોપી તહીં ફેરવી મોજ કરે છે,
ભાવનાથી રમત રમે ને મીઠું બોલે છે,
જૂઠું બોલે ને ખોટાં દંભમાં લહેર કરે છે,
કોઈ નવીન તક મળે તો ગુમાવી દે છે,
ને ભોળા માણસને નામે ચરી ખાય છે,
પાયામાં રહેલા પથ્થરને ઠુકરાવી દે છે,
ને માલમલીદા બીજાને ખવડાવે દે છે,
જે થકી સીડી ચડ્યા એને ભૂલાવી દે છે,
અને બીજાને માથે ચડાવીને રાખી દે છે.
