એવું રૂડું મંદિર
એવું રૂડું મંદિર
1 min
118
એવું રૂડું મંદિર ગોરના કૂવે શોભે રે,
ઝાંખી મેં મુખડું ચેહર મા તણું રે,
બલિહારી જાઉં મારી માતા ને રે,
નીરખીને મનડું મોહ્યું મોરી માતા રે,
મોટી મોટી આંખોવાળી દેવી મા રે,
નમણી નાસીકા મોટી નથણી શોભે રે,
રત્નજડિત દિવ્ય કુડળો શોભતા રે,
તિલક શોભે છે ભાલ મોરી મા ને રે,
ભાવના હૈયું હરખ્યું ચેહર મા જોઈ રે,
ભક્તોનાં મનડા મલકાય મારી માતા રે,
દર્શન દો છો કોઈ કોઈને જ માતા રે,
સેવકો રેગડી ગાઈ ગુણગાન ગાય રે.
