STORYMIRROR

Dikshita Shah

Others

3  

Dikshita Shah

Others

એવું પણ બને

એવું પણ બને

1 min
26.9K


સન્નાટો ભાસે ગાઢ નિશામાંને,

હોય કોલાહલ અંતરના એકાંતમાં

એવું પણ બને.


હોય ભલે નહીં કશું વ્યવહારમાં,

પણ મન હોય છલોછલ લાગણીઓથી

એવું પણ બને.


ભમરો કરે ગુંજન ફૂલો ની આસપાસ,

પણ એ ગાન માં છુપાયેલું અસીમ દર્દ હોય.

એવું પણ બને.


નથી હોતી જે વાત હાથ ની લકીરોમાં,

અપાવી શકે મુકદ્દર એને ગમે તે હાલમાં

એવું પણ બને.


ભેંકાર ભાસે ભલે દુનિયા આખી,

પણ ત્યાં ય સર્જાય એક આશીયાનો

એવું પણ બને.


હોય ઘણી દૂર ભલે પામવાની મંઝિલ,

પણ ઉપડેલા કદમ થંભી જાય તારી ગલી

ના આંગણે એવું પણ બને.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ