એવું કંઈ નથી
એવું કંઈ નથી
1 min
161
હો સફળ હર દાવ, એવું કંઈ નથી,
હર સરળ છે ઘાવ, એવું કંઈ નથી,
કેટલાં એ ખોદશો તળ કૂપના,
આવશે લઈ આવ, એવું કંઈ નથી,
ડૂબકીને મારવાનું શીખજે,
તારશે આ નાવ, એવું કંઈ નથી,
તાપ તડકાને સહન કરજે અહીં,
હો સદાવે રાવ, એવું કંઈ નથી,
ભાગ્ય માની બેસવું છે મૂર્ખતા,
કાયમી તું ફાવ, એવું કંઈ નથી,
ઈશ પર વિશ્વાસ રાખી કર્મ કર,
આખરી આ લ્હાવ, એવું કંઈ નથી,
હો તરસ તો, જળ લગી જાવું પડે,
કોક ખોદે વાવ, એવું કંઈ નથી.
