એવી માળા
એવી માળા
1 min
703
એ ભકતો સાંભળો
ચેહર નામ જહાજ છે,
જે ભવપાર તરવાનો આરો છે
નારણ, રૂપા બા નામ ખલાસી છે,
જે ભટ્ટ પેઢીઓના ઉધ્ધારક છે,
ચેહર નામ જળ છે,
જે ભવતાપની આગ બુઝાવે છે,
ગોરના કૂવે હાજરાહજુર બેઠાં મા
રમેશભાઈ નામ પતવાર છે,
દુઃખીનાં દુઃખ દૂર કરે છે
ચેહર મા પ્રેરણાદાયી છે,
ભાવના પર કૃપા કરી છે
ચેહર મા આપણું માવતર છે,
આપણે સૌ એનાં બાળકો છીએ.
