એવાં રમકડાં
એવાં રમકડાં
1 min
201
લખ રે ચોર્યાસી મનવા, ભટકીને આયો રે
એવાં આ રાખનાં રમકડાં ઈશની દેન રે,
ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો રમત રમીને
કીધાં કર્મો રમકડાં એવી રમતો રમીને,
સ્વાર્થ ત્યજી ને કરજે સારું કર્મ રે,
નહીંતર ઠોકરો વાગશે રમકડાં રે,
પળ પળ વીતે છે તારી આ રમતમાં રે,
આ પ્રાણ પંખીડું કયારે ઊડી જશે રે,
ભાવના ભજીએ હરિને પ્રેમ થકી રે,
તો રમતાં રમતાં જિંદગી પૂરી થાય રે,
જાવુ ભવપાર તારે શીદ કરે રમત રે,
માટીનાં રમકડાં અંતે રાખનાં થાશે રે,
જૂઠી જંજાળ મનવા જૂઠી માયા રે,
કાયાનું રમકડું કયારે બંધ થઈ જાશે રે.
