એવાં નમસ્કાર
એવાં નમસ્કાર
1 min
139
એવાં નમસ્કાર ચેહર ચરણમાં,
કરે છે મોટાં ચમત્કાર નમસ્કારમાં,
કરી વંદન આપો સત્કાર માવડી ને,
ચેહર મા નો થાશે સાક્ષાત્કાર સૌને,
ગોરના કૂવે મળશે ઝાઝેરો પ્રસાદ રે,
દર્શન કરવા મહેરામણ ઉમટી પડે રે,
દેશ વિદેશમાં છે ચેહરનાં ભકતો રે,
સૌને મળે છે અહીં મોટું સુખધામ રે,
મા કાજે હોંશે હોંશે સેવકો દોડતા રે,
ભાવના પ્રેમથી કરે સૌનો સ્વીકાર રે,
થાશે તમારો જગતમાં જયજયકાર રે,
સ્વપ્નો કરશે બધાં સાકાર ચેહર મા રે.
