એવાં ચેહર મા
એવાં ચેહર મા
1 min
158
એવાં ચેહર મા તને કરું છું પ્રણામ,
હૈયામાં તારું નામ તને કરું છું પ્રણામ,
ગોરના કૂવાવાળીથી જગમાં મશહૂર,
દુઃખડા દૂર કરતી ચેહર તરીકે મશહૂર,
જોયું છે તારું નૂર ને અમીભરી નજર,
રાગદ્વેષથી દૂર તારી એક સરખી નજર,
પરચા અપાર તારાં ભકતોનો નહીં પાર,
માગ્યું દેતી સૌને મા તારી દયા અપરંપાર,
તારું અદકેરું છે માન ભાવના કરે વંદન
રવિવારે કરાવે સૌને લહેર તને કરે વંદન.
