એષણાં
એષણાં
1 min
1.0K
ગઝલ જેમ એને મઠારી હું નાખું,
તરત કેમ એને મનાવી હું નાખું.
રહી કેમ છે આજ કોરી ને કોરી,
મળે ભીતરે તો પલાળી હું નાખું.
સતત થાક લાગી રહ્યો છે સમયને,
રમત સાથ હો તો ચલાવી હું નાખું.
અચાનક બની છે સખત એ અવાચક,
મળે સાથ તારો બોલાવી હું નાખું.
અહીં કલ્પની કામનાઓ છે ઘણી,
કરે કોઈ પૂરી જણાવી હું નાખું.
