એપ્રિલ ફૂલ
એપ્રિલ ફૂલ
1 min
382
આખું વર્ષ એકબીજાને ઉલ્લુ બનાવે છે,
તોય એક દિવસ જ એપ્રિલ ફૂલ કહે છે
એપ્રિલ ફૂલ કહીને વાત મજાકમાં લે છે,
જીવનમાં તો ડગલે પગલે ફૂલ બનાવે છે
પહેલી એપ્રિલ ને મજાક માટે રાખ્યો છે,
પણ સચ્ચાઇ તો કંઈક અલગ જ છે.
ભાવના સાથે રમત રમીને પણ હસે છે,
એને પણ એપ્રિલ ફૂલ જ કહેવાય છે.
સંબંધોમાં મિઠાશ થકી ઉપયોગ થાય છે
પછી તું કોણ એમ એપ્રિલ ફૂલ કહે છે.
