એક તારો સાથ
એક તારો સાથ
1 min
535
એક તારો સાથ,
જિંદગી નો આધાર છે.
લાગણી એટલે,
મારા દિલમાં તું
અને તારા દિલમાં હું .
મારી લાગણીનો
ખજાનો તું
અને તારી ભાવનાઓનો
સરવાળો હું !
મારા સુખમાં તું અને
તારા દુઃખમાં હું !
મારી યાદમાં તું અને
તારી જુદાઈમાં હું !
મારામાં ધડકે છે તારો પ્રેમ
અને તારામાં જે ધડકે છે
એ મારો પ્રેમ છે.