એક સ્મિત
એક સ્મિત
1 min
213
એક ઝાકળ સવારમાં પાંદડેથી નમી ગયું,
પ્રસ્વેદ થઇ તારા ચહેરા પર પડી ગયું,
એક સ્મિત મને મળી ગયું.
થઇ નજરથી નજર ની વાત,
નજરમાં કૈક લાલશે ઢળી ગયું,
ને એ શરમાઈને હસી ગયું,
એક સ્મિત મને મળી ગયું.
ઘાયલ થઇ કોઈ તારા ખંજનમાં પડી ગયું,
ત્યાં જ એક સ્મિત મને મળી ગયું.
