એક નાનકડો જીવ
એક નાનકડો જીવ
1 min
309
કોઈ પુછે મને
કે
'એ' તારા માટે શું છે ?
તો હું વિચારું
'એ' શું છે ? શું હતા?
એ તો ખબર નહીં,
પણ 'એ' શું હશે ?
એ મને ખબર છે,
સ્વજનો મિત્રો પાડોશીઓ
ટોળું વળીને જ્યારે
મારી ગોળ ગોળ
ઉભા હશે
ને હું મૃત્યુશૈયા પર
છાતી સુધી ચાદર ઓઢીને
સૂતી હોઈશ,
આખું શરીર જ્યારે
નિષ્ક્રિય હશે
ત્યારે
એક નાનકડો જીવ
મારા ગળામાં
અહી તાળવે
ચોંટ્યો હશે
એ જતા ન જતા
છેવટે માંડ માંડ
જશે,
એક ડૂસકું,
ખુલ્લી આંખો,
સ્થિર પાંપણો,
ખુલ્લાં અધરો,
એક નાનકડો જીવ
જેના જવાથી
થશે
આ શરીર નિષ્પ્રાણ
એ જીવ
'એ' હશે.....
મારો છેલ્લો શ્વાસ
'એ' હશે.
