એક નામ
એક નામ
1 min
165
એક નામ, ને રૂપ છે અનેક રે માવડી,
કોઈ અંબા કહે કોઈ ચેહર માવડી.
કોઈ કહે ચામુંડા મા, તું તો એક છે,
મઢડે મઢડે જુદા જુદા તારાં નામો છે.
અહી જ અંબાજી અહીં ચોટીલા છે,
મનથી જુઓ તો બધું એકનું એક છે.
ગોરના કુવે હાજરાહજુર બિરાજે છે,
ભાવનાથી જુઓ સઘળું અહીં જ છે.
નામ જુદા જુદા પણ શક્તિ તો એક છે,
એવાં આ દેવીઓને કોટી કોટી વંદન છે.
