STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એક મસો

એક મસો

1 min
221

એક મસો માણસને હતો નહતો કરી દે છે,

એક મસો અસહ્ય વેદના આપી દે છે.


દરદ તો એવું કે ના સહેવાય કે કહેવાય છે, 

સુખ-સમૃદ્ધિનો સહારો પણ નકામો બને છે.


મસો એવો કે ના બેસાય કે ના સુવાઈ છે.

એક મસો જબરો ઉધામો મચાવે છે.


એક મસો હટ્ટાકટ્ટા ને પણ રાડ પડાવી દે છે,

એ મસો માણસને પરવશ બનાવી દે છે.


એક મસો ભલભલાને ભૂ પીવડાવે છે,

મૌન બની સહેવાય નહીં ઉંહકારા ભરાય છે.


એક મસો જબરો પરેશાન કરી મૂકે છે,

શબ્દથી વર્ણવો અઘરો એવો આ મસો છે.


Rate this content
Log in