એક કદમ એની તરફ
એક કદમ એની તરફ
1 min
13.7K
ચમકતો સિતારો ખરી ગયો છે મારો,
દિલમાં મસ મોટો ખાડો પડ્યો આજે;
હસતી ને હસાવતી સદાય મને,
રડાવી મને ક્યાંક સંતાઈ છે આજે;
પડ્યો છે સુનો મહેલ રૂપી આ મોબાઈલ મારો,
ગમની દિવાલ ચણાઈ છે દિલમાં આજે;
લૂછશે કોણ આંસુ એની આંખનાં,
રીઝવતી એ "દર્શ"ને ખુદ રિસાઈ છે આજે;
