એક જોઈ માડી
એક જોઈ માડી
1 min
226
દેશ રે જોયા ને દાદા પરદેશ જોયા રે,
એક જોઈ મેં તો ચેહર મોરી માડી રે હો દાદાજી,
બારણા ઉઘાડો રૂડા ફૂલડાં પથરાવો રે,
દયાળુ ચેહર માડી આવે મારે ઘેર રે હો દાદાજી.
આસોપાલવના રૂડાં તોરણો બંધાવો રે,
કુમકુમ પગલાં પાડે મારી ચેહર માડી રે હો દાદાજી.
સાગ રે સીસમના બાજોટ ઢળાવો રે,
સિંહાસન ઉપર બિરાજે ચેહર માડી રે હો દાદાજી.
કુમકુમ કેસર ને, ચંદન ચોખાથી વધાવું રે,
અબીલ ગુલાલ ઉડાડીને સામૈયું કરો રે હો દાદાજી.
ભોળા ભક્તોની ભાવના સાંભળે ભોળી ભવાની રે,
સદાય અમી નજર રાખે સૌની ઉપર માડી રે હો દાદાજી.
