એક દિવસ
એક દિવસ
1 min
153
એક દિવસ આવશે જ્યારે,
તારાં માનીતાં તને ચૂપ કરાવશે રે,
તારી માન્યતાઓ ને તારા નિયમ,
હવેથી નહીં ચાલશે રે;
એમને ગમે એ નિયમ બની રહેશે રે..
એક દિવસ... તારાં માનીતાં...
તારું ડહાપણ ને તારી સમજણ,
તારી પાસે જ રહી જાશે રે;
ઉપરથી તને એવું સંભળાવશે,
તમને આમાં સમજણ નાં પડે રે,
ચૂપ બેસી રહો છાનામાના;
પછી તું ખૂણે આંસુ સારશે રે..
એક દિવસ.. તારાં માનીતાં.
