એક ધ્યેય છે જવાન
એક ધ્યેય છે જવાન
1 min
241
એક ધ્યેય છે દરેક વીર જવાનોને,
ભારત કદી ઝૂક્યું નથી ને ઝૂકશે નહીં,
ચીન, પાકિસ્તાન ભલે કરે છૂપા વાર,
એવાં છમકલાંથી એમ કદી ડરશે નહીં,
એક જ ધ્યેય છે વીર જવાનોનો,
મા ભોમની રક્ષા કાજે શહીદ થવાનું,
એકમેકના ચાળે ચઢી ભલે હુમલો કરે,
અમે વીર જવાનો ડટકર મુકાબલો કરીશું,
એક જ ધ્યેય છે વીર જવાનોનો,
દુશ્મનોને જીવતાં નહીં છોડવાનો,
ભલે કરે શત્રુ રમખાણ તોપો થકી,
એ તોપોનાં નાળચા તોડી નાખીશું,
એક જ ધ્યેય છે વીર જવાનોનો,
ધરતીમાતા માટે માટી બની જઈશું.
