એક આધાર
એક આધાર
1 min
230
એક આધાર તારો મનમોહન,
બીજું કંઈ ન સૂઝે મનમોહન.
દિલમાં ભાવના ભરીને આવી,
શ્યામ તારાં શરણમાં આવી.
ભક્તિ કરવામાં જ મજા છે,
મીરાંબાઈ બનવામાં મજા છે.
ઘનશ્યામ એક ભરોસો તારો છે,
બાકી દુનિયા સ્વાર્થની ખાણ છે.
તન,મન, ધનથી ભજું શ્યામ,
ભવસાગર પાર ઉતારો શ્યામ.
જગતમાં એક તારો આધાર છે,
બાકી અહીં મોટી રમખાણ છે.