STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એબી સીડી ઉપર રચના

એબી સીડી ઉપર રચના

1 min
220

એ માનવ મહેનત કર,

મહેનતનું ફળ મીઠાં મળે છે.


બીજાની નિંદા નાં કર,

નિંદા તો પાપની ગઠરી છે.


સીધાં રહેતા શીખો,

તો જીવન સરળ બને છે.


ડિબાંગ, કાળાં વાદળો ઘેરાયા,

આખાં વિશ્વમાં મહામારીના.


ઈચ્છા અધૂરી રહી જાય છે,

ઈચ્છાઓ અનંત હોય છે.


એફડી, મિલ્કત શું કામનું ?

રહી જાય છે બધું અહીં જ.


જીવનમાં ઉપયોગી બનીએ,

તો માનવ અવતાર લેખે લાગશે.


એચઈવ મળવો સહેલો નથી,

એ માટે અથાગ પરિશ્રમ કરવો પડે


આઈ ફોન શું કામનો ?

જયારે સંપર્ક જ નાં રાખવો હોય.


જે પણ કરો સારું કરો,

તો ઈશ્વર રીઝે છે.


કેમ કરી ઈશ રહેમ કરે ?

જ્યાં ભૂલ્યો તું તારી માણસાઈ.


એલફેલ શબ્દો બોલવા નહીં,

નહીંતર નહીં રહે તારું ક્યાંય માન,


એમ જ વીતી જશે જિંદગી,

કંઈક કર સારું સત્કાર્ય.


એન્જીન જેવા બનો,

ડબ્બા જેવાં નહીં.


ઓ રે પારેવડાં,

માણસોની ભૂલે તમે દંડાયા.


પીપળાનું વૃક્ષ ઉપયોગી છે,

જે ઓક્સિજન ભરપૂર આપે છે.


ક્યુ લાગી વેકસીનની,

આપણે જ ત્યાં.


આરટી પીસીઆર થયો જરૂરી,

એ વગર ઉધ્ધાર નથી હવે.


એસટી બસને લાગ્યા તાળાં,

મુસાફરી થઈ હવે મોંઘી.


ટીકા કરવી છે સરળ,

ફરજ બજાવવી છે અઘરી.


યુવાનો વળ્યાં ગેમ તરફ,

ભણતરનું મહત્વ ઘટ્યું.


વિકૃત માનસિકતા એ,

સ્ત્રીઓની સ્વતંત્રતા છીનવી.


ડબ્લ્યુએચઓની માર્ગદર્શિકા,

ને યોગ્ય રીતે અનુસરો.


એક્સ ઓફિસરોની,

ફરીથી પડી જરૂરત.


વાયરો આયો તાઉતે નો,

એમાં કેટલાંય માળા વિખાયા.


ઝેડપલ્સ સુરક્ષા ધરાવનારા,

સૌનિકોની સુરક્ષાની વાતો કરે છે.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை