ચૈતન્ય જોષી

Others

3  

ચૈતન્ય જોષી

Others

એ..!

એ..!

1 min
19


દાળબાટી ખવડાવે છે એ.

વગર પાટી ભણાવે છે એ.


સાવ નિર્જન વેરાન દેખાય,

વનને ખેતર ગણાવે છે એ.


પડ્યું છે કામ એને આજે,

કરી વખાણ ફૂલાવે છે એ.


પાણી વિનાની છે સરિતા,

પટ રમતનો મપાવે છે એ.


પાડી જુઓ એકાદ કામ,

કેટકેટલાને નમાવે છે એ.


નથી ફોરમ તોય પુષ્પ છે,

એનાથી ઘર સજાવે છે એ.


Rate this content
Log in