STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

એ સાંજની યાદો

એ સાંજની યાદો

1 min
171

એ ભીંજાયેલી યાદોથી દિલનું વૃક્ષ પાંગરતું રહે,

અને આમ જ મન પર્ણ થઈ સતત ખરતું રહે,

 

સમી સાંજે બેસી કરેલી એ મીઠી વાતોની યાદોમાં,

એ વાતોના લીલીછમ વન ઊગી નીકળે યાદોમાં,


કયારેક મળવું જે રીતે લાગે આવશ્યક છે,

એ દૂરથી સ્મરતું રહે એ પણ એટલું જરૂરી છે, 


ભાવના યાદોથી અશ્રુ હૈયેથી વહી રહ્યાં છે, 

એ સમી સાંજની યાદમાં દિલ ખીલી ઊઠે છે,


ભીતરની ભેખડો તોડી બહાર નીકળી આવે છે,

સાંજનાં સથવારે ઓસરતું રહે એ પણ જરૂરી છે,


એ સમી સાંજની મીઠી યાદોની દુનિયા છે,

એ યાદોનાં સથવારે જીવન વહી રહ્યું છે.


Rate this content
Log in