એ રંગારો
એ રંગારો
1 min
151
અંતર સ્ફુરણાથી કલાને સાધ્ય કરે,
રંગારો અવનવી કલાકારીગરી કરે,
વાગે ભલે પથ્થર પણ સોપાન સર કરે,
એવું વિચારીને રંગારો કારીગરી કરે,
સંગીત, તબલા કલાથી નામના મળે છે,
ને રાતભર મહેનત થકી સફળ બને છે,
વય કે પાનખર હો પરંતુ કળા જીવે છે,
ભાવના પછી કલાકૃતિ જીવંત રહે છે,
આ રંગારો કારીગરી અનોખી બનાવે છે,
આ કલા બસ દાદ જ માંગતી હોય છે.
