એ પ્યારી દોસ્ત
એ પ્યારી દોસ્ત
1 min
233
એ પ્યારી દોસ્ત તું જ સર્વસ્વ છે,
મારાં દરેક દર્દની દવા તું જ છે,
દોસ્ત સહારો, હૂંફ તું જ છે,
મારાં જીવનનો આધાર તું જ છે,
મારું પ્રોત્સાહનબળ પણ તું જ છે
એ પ્યારી દોસ્ત ધબકાર તું જ છે,
ઈશ્વરે આપેલી ભેટ તું જ છે,
ખુશી અને શાંતિ પણ તું જ છે,
નિ:સ્વાર્થ દોસ્ત પણ તું જ છે,
મારું હાસ્ય પણ તું જ છે,
ભાવનાની મિત્ર બિન્દુ તું જ છે,
મારાં હૈયાની નજીક પણ તું જ છે,
દૂર છો પણ હરપળ સાથે તું જ છે
એ દોસ્ત મારું સર્વસ્વ તું જ છે.
