એ પામર જીવ
એ પામર જીવ
એ પામર જીવ સમજી લે,
કાળ બનીને સમજાવું છું,
મારી રચેલી સૃષ્ટિ ને,
પલભરમાં વિનાશ કરૂં છું,
એ પામર જીવ સમજી લે,
કુદરતી આફત સર્જી સમજાવું છું,
દયા રાખો, સત્કર્મો કરો,
તો જ હું રીઝાવું છું,
ગમે એટલી હોશિયારી વાપરો,
જન્મ, મરણનો દોર હાથમાં હું રાખું છું,
ઓ પામર જીવ સમજી લે,
કઠપૂતળિયો છો મારાં હાથની,
ધારૂ એમ જ નચાવુ છું,
સ્ત્રીની કોખે જન્મ લઈને,
સ્ત્રીને ભરબજારમાં વેચતો રે,
નાની કૂમળી કળીને ચૂંથી હેવાન થાતો રે,
તારાંજ કર્મોના ભારથી આ સમય આવ્યો રે,
માણસાઈ ભૂલી હેવાન થાતો રે,
ત્યારે પૃથ્વીએ પોકાર પાડ્યો રે,
ઓ પામર જીવ સમજી લે,
ભાવના ભૂલી, ધર્મ ભૂલી, આડંબર કર્યા રે,
ધર્મના નામે ધતિંગ કરીને લોકોને ઠગ્યા રે,
માનવ થઈને અવળાં ધંધા કીધાં રે,
સાચો ધર્મ માનવસેવાનો એ કેમ વિસરાયો રે,
ઓ પામર જીવ સમજી લે,
કાળ બનીને સમજાવું છું.