એ કાપ્યો છે !
એ કાપ્યો છે !


આવ્યો છે રે આવ્યો છે
દિવસ ઉતરાયણનો આવ્યો છે
લાવ્યો છે રે લાવ્યો છે
એ ઉત્સવ પતંગનો લાવ્યો છે
આવ્યો છે રે આવ્યો છે
મસ્ત પવન ધાબા પર આવ્યો છે
લાવ્યો છે રે લાવ્યો છે
પવન તરંગ દિલમાં લાવ્યો છે
છાપ્યો છે રે છાપ્યો છે
મારો ફોટો પતંગ પર છાપ્યો છે
આપ્યો છે રે આપ્યો છે
એ પતંગ એને મે આપ્યો છે
માપ્યો છે રે માપ્યો છે
દોરો કન્ના માટે એણે માપ્યો છે
બાંધ્યો છે રે બાંધ્યો છે
એણે કન્નો પતંગનો બાંધ્યો છે
અપાવ્યો છે અપાવ્યો છે
એણે પતંગ હવામાં અપાવ્યો છે
ચકાવ્યો છે, ચકાવ્યો છે
એ પતંગ મે દિલથી ચકાવ્યો છે
લાગ્યો છે રે લાગ્યો છે
પેચ એની નજરની લાગ્યો છે
વાગ્યો છે રે વાગ્યો છે
મારા દિલમાં પાવો વાગ્યો છે
જતાવ્યો છે જતાવ્યો છે
રાજ આંખેથી એણે જતાવ્યો છે
સતાવ્યો છે સતાવ્યો છે
નખરાળીએ દિલને સતાવ્યો છે
હસાવ્યો છે હસાવ્યો છે
એને દિલથી મે ખુબ હસાવ્યો છે
વસાવ્યો છે વસાવ્યો છે
એણે દિલમાં મને વસાવ્યો છે
ફાવ્યો છે રે ફાવ્યો છે
એને સ્વભાવ મારો ફાવ્યો છે
વાવ્યો છે રે વાવ્યો છે
છોડ પ્રેમનો મે દિલમાં વાવ્યો છે
આપ્યો છે રે આપ્યો છે
અંદેશો જાણે એણે આપ્યો છે
કાપ્યો છે રે કાપ્યો છે
મે પતંગ બીજાનો કાપ્યો છે
"એ કાઇપો છે ! કાઇપો છે !"
ખુશ થઈને એ બોલી, "કાઇપો છે !"
આઇપો છે એણે આઇપો છે
ઇકરારનો સંદેશો આઇપો છે