એ ચેહર મા
એ ચેહર મા
1 min
366
આ ચેહર મા નાં બોલ,
રેગડી થકી કહેવાય છે,
એવાં એ મોઘમ વેણ છે,
કોઈ સમજે છે, તો કોઈ સમજી શક્યું નથી,
તેજસ્વિતા સમાન ઊર્મિ માવડીની,
માથે ચુંદડી ઓઢાડી મા ને યાદ કર્યા,
ભૂવાજીનાં પંડમાં હાકલે રમતી,
ડાકલાની દાંડીએ ઝૂમતી,
ભાવના સમજતી ને જવાબ દેતી,
વેણ, વધાવા થકી ઉકેલ લાવતી,
માનવમહેરામણ પગમાં પડતાં,
ચેહર મા રંગે રમી દુઃખ દૂર કરતાં,
થઈ રહી અહીં સેવક,ને મા ની મમતા;
આ ચેહર મા આમ પરચા પૂરતાં,
મહેર કરીને લહેર કરાવતાં.
આ શ્રધ્ધા, વિશ્વની વાત છે;
ગોરના કૂવે બેઠી હાજરાહજૂર છે,
સતની ધજાઓ ફરફર ફરકે છે;
ચેહર મા રૂમઝૂમ રમે છે,
આ ચેહર મા સમય સાચવે છે.
