એ ચા છે
એ ચા છે


આલાર્મથી ના ઉઠતા લોકોને,
માત્ર સુગંધથી જગાડી દે એ ચા છે.
સવારે ઉઠીને ભગવાન પછી,
જેનું નામ લઈએ એ ચા છે.
જેનું નામ પડે ને માણસ,
બધા કામ ભૂલી જાયને એ ચા છે.
"આજે તો બઉજ કામ છે" એવા દિવસમાં,
થોડો ફ્રી ટાઈમ નીકાળી આપે એ ચા છે.
કામ કરી કરીને થાકેલા માણસનો,
થાક એક ઝાટકે ઉતારી દે એ ચા છે.
વારે વારે ગરમ થઇ જતાં મગજ પ,
તાજગી ની ફૂંક મારતી હોય ને તો એ ચા છે.
ગમે તેવી ગરમીમાં મનને,
ઠંડક પોહચાડેને તો એ ચા છે.
ગમે તેવો ઝગડો થયો હોયને,
અને ચપટીમાં સુલટાવેને તો એ ચા છે.
આ બીઝી લાઈફમાં આપણને,
આપણા જોડે મલાવતી હોયને તો એ ચા છે.
ચાર મિત્રો મળ્યા હોયને,
જૂની વાતો યાદ કરાવી હસાવતી હોયને તો એ ચા છે.
આખો દિવસ ખૂટે પણ,
વાતો ના ખૂટવા દેને એ ચા છે.
દુનિયાના ખૂણે બેઠેલા માણસને,
ઘરની યાદ આપવતી હોયને તો એ ચા છે.
જે દરેક ચૂસકી એ નવો,
એહસાસ કરાવે તો એ ચા છે.
જે તમારી ગમે તેવી પરિસ્થિતિમાં,
સાથ ના છોડે તો એ ચા છે.
આ નાખુશ જીવનમાં જો પાંચ મિનિટ,
ખુશી આપી જતી હોય ને તો એ ચા છે.