એ બે દીવાની
એ બે દીવાની
1 min
209
મીરાં જેવી ભક્તિ કરનાર કોઈ નથી,
રાધા જેવી કોઈ કૃષ્ણ દીવાની નથી,
અર્પણ કરી દીધું જીવન કૃષ્ણ પ્રેમમાં,
હૈયું નિરંતર જપે કૃષ્ણનાં જાપ પ્રેમમાં,
ભાવનાની હોડ માડી કૃષ્ણ પ્રેમમાં,
હૈયામાં હેત ભરપૂર કૃષ્ણ પ્રેમમાં,
ખોવાઈ ગઈ બંને દીવાની કૃષ્ણ પ્રેમમાં,
બીજુ ના કોઈ આવું જોવાં મળે પ્રેમમાં,
એક ભક્તિ દીવાની એક પ્રેમ દીવાની,
રાધા ને મીરાં બંને કૃષ્ણની સાચી દીવાની,
ભીતરથી ભીંજાઈ છે કૃષ્ણ નામમાં,
હૃદયની હર ધડકન ગૂંજતી કૃષ્ણ નામમાં.
