એ બાજીગર પિતા
એ બાજીગર પિતા
આ મારી દુનિયાના જાદુગર છે ગજબ બાજીગર પિતા,
વિષ ને અમૃત બે ય પાતા અને આપે જ્ઞાનની સમજ પિતા.
અજબ ગજબ રીતે ચલાવે વ્યવહાર ઘર અને બહારનો,
હારે, થાકે તોય પરિવાર માટે સદાય દોડતા છોડી વિચાર જાતનો.
પરિવાર બનાવી આબાદ જે સંતાઈ રહેતા એમાં,
નજર રાખે ઝીણી આંખે, જૂએ છે તકલીફ એમાં.
બાજીગર બનીને રહ્યા જગમાં, ના હાર માની કદી,
બાળકોની ખુશીઓ આપવાં ઝઝૂમતા રહ્યાં, ના થાકે કદી.
વારા અને જરૂરિયાત પ્રમાણે સુખ વહેંચે બાજીગર બની પિતા,
સમજી વિચારીને કરે ખર્ચ તો પણ આખરતારીખ માં ખેંચ ભોગવે પિતા.
નિયમોના અનુસંધાને ચાલે ના કરે એમાં ફેરફાર પિતા,
પણ પોતાની વાત ને મનાવવા ના કરે જિદ પિતા.
વિના લાકડીએ ફટકારીને,મેલે એમાં એ વ્હાલ નો અમીરસ,
સમજતાં સૌની ભાવના અને આંખોથી પાતાં અમીરસ.
