દસે દિશામાં
દસે દિશામાં
1 min
137
દસે દિશામાં ગુંજે નાદ ચેહર મા નો,
વિશ્વ સાંભળશે સાદ હવે મા નો,
ગોરના કૂવે ગૂંજે નાદ ચેહર મા નો,
ભક્તો આવી પકડે પાલવ મા નો,
અંતરીક્ષમાં ગૂંજતું નામ ચેહર મા નું,
કરશે જગ આખું ભજન ચેહર મા નું,
ઊંચાઈથી હિંદની ગહેરાઈ સુધી ચેહર,
કરવો પડશે સૌએ પોકાર સાથે ચેહર,
ભાવના દુનિયા વાંચશે ચેહરની ગાથા,
સંભળાશે માત્ર નિનાદ ચેહરની કથા.
