દર્દની અભિવ્યક્તિ
દર્દની અભિવ્યક્તિ
1 min
217
દર્દની અભિવ્યક્તિમાં પણ ખુશી વરસાવો છો,
મારા અરમાંનોની હસ્તીને શું કામ તરસાવો છો !
જ્યાં ઝરણાઓ સ્નેહ સંવેદનાના સૂકાઈ જાય,
ને સ્પંદનોને પછી શું કામ અમથા બહેલાવો છો !
સપનાઓમાં આવી આવી ને મને સદાઓ ન દો,
મારી ભીતરી ખામોશી ને તમે શું કામ બોલાવો છો,
એક ઝલક આપીને તમે પથરાયા મુજ અધરો પર,
ને પછી ઓઝલ થઈને શું કામ સ્મિતને રડાવો છો !
એક જુસ્તજુ ભારેલા અગ્નિ સમ ભીતર ભભકી રહી,
પ્રિતની અગનને શું કામ આંસુઓથી પ્રગટાવો છો !
આપણા મિલનથી ફંટાય છે રસ્તો 'પરમ' સુધી,
આવા ઇશ્કના કામણ કરી શું કામ 'પાગલ' બનાવો છો !
