દોસ્તી
દોસ્તી
1 min
7.0K
તારી મારી દોસ્તી પૂવઁજનમનુ કોઈ પુણ્ય છે
કે આજ એ દોસ્તી પ્રેમમાં બંધાઇ
આજ પણ ગોતું છું, વીતી ગયેલા સમયનું પગરખું
બાળપણ વીતી ગયું ભોળપણમાં
ખબર નથી મને, કે મને શું ગમે,
હા મને ગમે એક હસતો ચહેરો
જે આજ પણ મારા ભિતર અકબંધ છે
જેની લાગણીઓ માં હુ ઓળઘોળ છુ.
જેનો ગમો- અણગમો હવે હુ જાણું છુ.
સતત એના વિચારોમાં રહેતી
હુ શૂન્યમાં જીવું છુ.
એની દોસ્તીમાં પ્રેમનો રણકાર
હુ મારા રુદિયામાં જીલુ છુ.
અને ગઈકાલને આજ કરી
આવતી કાલને નીરખુ છુ.
હંમેશા ઢળતી સાંજ ને
હુ સૂરજની ડૂબતી આંખોમાં
નિરખુ છુ ..બસ એક શ્વાસ
મારા ધબકારમાં
સમાય છે જેનો હુ રોજ
ઈન્તજાર કરુ છુ