દલીલ
દલીલ
1 min
141
આંખો દેખી ભૂલ જોઈ હોય છે,
તોય નિતનવા બહાનાં બતાવે છે,
એક વાતને દબાવવા દલીલ કરે છે,
આમ સચ્ચાઈને જુઠ્ઠાં ઠેરાવી દે છે,
દલીલોનાં બાણો થકી દબાવી દે છે,
વાત ને અલગ દિશામાં વાળી દે છે,
દલીલ કરવા તો વકીલ બની જાય છે,
ગમેતેમ કરીને સામેનાને મૌન કરે છે,
ભાવના ડિગ્રી વગરના વકીલ ઘણાં છે,
ધાર્યું કરાવવા ધારદાર દલીલ કરે છે.
