દિવાળી
દિવાળી
1 min
74
ખુશીઓથી ભરી આનંદથી લહેકી,
આવી દિવાળી દીપમાળા પ્રગટાવી,
પરિવારની એકતાની રંગોળી પૂરી,
સોળે શણગાર સજી પ્રેમનેે નિરખાવી,
ધનતેરસ પુત્રવધુની લક્ષ્મી સ્વરૂપ માની,
રંગોળીથી સજાવટ આંગણે રે દેખાણી,
મનમેળને મોકળાશ છોડી આવકાર આપી,
ભાઈબીજની આતુરતા બહેન હરખાઈ આવી..
