દિવાળી
દિવાળી
અંધારા ઉલેચી નવાં અજવાળાં વરસાવો,
આંગણે આવી છે દિવાળી...!
ઘરનાં કચરાંને કઢાવી
આંગણિયે તોરણો
બંધાવો,
આંગણે આવી છે દિવાળી...!
સાફસુફીની મનનાં માહ્યલાં ઉજાળો,
આંગણે આવી છે દિવાળી...!
દિલમાં પ્રેમનાં દીવડાં પ્રગટાવો,
આંગણે આવી છે દિવાળી...!
ચોકમાં રંગીલી રંગોલી
સજાવો,
આંગણે આવી છે દિવાળી...!
મનગમતાં પકવાનો
પીરસાવો,
આંગણે આવી છે દિવાળી...!
ફટાંકડાનાં ધૂમધડાકે
એને રે વધાવો,
આંગણે આવી છે દિવાળી...!
મંદિરીયે નવી ઝાલરો વગડાવો,
આંગણે આવી છે દિવાળી...!
મોંઘેરા મહેમાનોને હસીને આવકારો,
આંગણે આવી છે દિવાળી...!
દિલ કોણે દુભવ્યું, કેમ દુભવ્યું,
એ સઘળું ભૂલી જાજો,
આંગણે આવી છે દિવાળી...!
ફરી આવી તક વારંવાર ના આવે,
દિલથી માફ કરી દેજો,
આંગણે આવી છે દિવાળી...!
અંતરનો અમીરસ છલકાવો,
આંગણે આવી છે દિવાળી...!
શુભ દિપાવલીના સંદેશા વહેવડાવો,
આંગણે આવી છે દિવાળી...!
નવવર્ષના મંગળ વધામણાં ગવડાવો,
આંગણે આવી છે દિવાળી...!
