દિવાળી
દિવાળી
1 min
14K
દિવાળી આવી દીવડા લાવી,
નવા વરસનો નવલો રંગ લાવી.
મારા નગરમાં તમારા નગરમાં,
આપણા સૌના નગરમાં દિવાળી.
નવાં નવાં ઉમંગો લાવી,
સુંદર મધુરી આવી દિવાળી.
રંગોભરી રંગોળી આંગણાની,
જુઓ સમજાવે સૌને દિવાળી.
નવા મધુરા સંકલ્પો લાવી,
કરે ઇશારો દ્વારે દિવાળી.
દુઃખના દિવસો ભૂલી જઈને,
સુખનો સાગર આપે દિવાળી.
વૃક્ષ, પંખી, વનવાસી વસુંધરા,
વનોમાં હોકારો આપે દિવાળી.
