દિવાળી આવી
દિવાળી આવી
1 min
236
કરો ઘરની સફાઈ ભાઈ દિવાળી આવી,
લાવો ઝાડુ ને ટોપલો ભાઈ દિવાળી આવી,
લાવો રંગ બે રંગી કલર ભાઈ દિવાળી આવી
કરો ઘરને. રંગરોગાન ભાઈ દિવાળી આવી,
દિવાળી આવી ભાઈ દિવાળીઆવી.
ચાલો ફરવા બજાર ભાઈ દિવાળી આવી,
કરવા કપડાં ખરીદી ભાઈ દિવાળી આવી,
લાવો ફટાકડા ભાઈ દિવાળી આવી,
દિવડા પ્રગટાવો ભાઈ દિવાળી આવી,
દિવાળી આવી ભાઈ દિવાળી આવી.
રંગોળી સજાવો ભાઈ દિવાળી આવી,
દેવ દર્શન કરવા જાઓ ભાઈ દિવાળી આવી,
લાવો મેવા મિઠાઈ ભાઈ દિવાળી આવી,
સૌ સાથે બેસી ખાઓ ભાઈ દિવાળી આવી,
દિવાળી આવી ભાઈ દિવાળી આવી.
