દિલનું નગર
દિલનું નગર

1 min

319
સુનું થઈ ગયું છે દિલનું નગર,
શું થશે આગળ? નથી ખબર,
મળીશ હવે તું મને કે નહીં મળે,
કેમ વિતે જીવન? નથી ખબર,
આંખો તરસીને બંધ થશે મારી,
દર્શન તું આપીશ? નથી ખબર,
કેવી રીતે તરછોડી શકાય પ્રેમને,
શું પ્રેમ હતો એને ? નથી ખબર,
વાહ ખુદા શું કિસ્મત છે આપી,
શું તે બનાવી છે ? નથી ખબર.