STORYMIRROR

Dikshita Shah

Others

3  

Dikshita Shah

Others

દિલના ફેંસલા

દિલના ફેંસલા

1 min
26.5K


સહુને મંજુર હોય એટલા તટસ્થ ક્યાં દિલના ફેંસલા હોય છે ?

સમજણની દિશામાં ફરજીયાત ફંટાવું પડે

ભલેને રસ્તા લાખ-હજાર હોય છે.


સાંભળું છું બધાની ઝબાની ખાલી એટલા કારણથી,

કે દિલને તસલ્લી થાય કે નિયતિ

એ નિયતિ એ ખેલ જુદા હોય છે.


પ્રયત્ન હો ભલે લાખ જેમાં ભૂંસવાના સ્મરણો હોય છે,

ઘૂંટી ઘૂંટી ને ફરી એ જ સામે આવે

લાગણી ના કંઈક કારણ હોય છે.


અહીં થી ઘણું દૂર ભલેને દેખાતું ગગન હોય છે,

પણ ક્ષિતિજે જઈ ને એને આંબી લેવાની

મનમાં એક તલપ હોય છે.


ગમે છે આ છલોછલ એકાંત મને બસ

એક એવા કારણે, કે તારી યાદોની

હાજરી એમાં બેસુમાર હોય છે.


માનું છું આભાર આ ખાલીપાનો એટલા કારણે

કે એણે સમજાવ્યું કે જીવનમાં પામવા કરતા

ખોવા ની મજા ઓર હોય છે.


Rate this content
Log in