ધુમ્મસ
ધુમ્મસ
1 min
175
આ જિંદગીમાં ઘણું ધુમ્મસ હોય છે,
અશ્રુધારામાં ઘણું બધું વહી જાય છે,
ભાવનાઓનું ઝાંકળ જ્યારે ઊડે છે,
ઘણું બધું ધુમ્મસિયુ બનાવી જાય છે,
સંબંધોમાં ધુમાડો અમથો ક્યાં ઊઠે છે,
ગલતફેમીનું ધુમ્મસ છવાયેલું હોય છે,
સંબંધોમાં નિંદારસનું ઝાંકળ પડે છે,
ત્યારે સંબંધોમાં ધુમ્મસ છવાઈ જાય છે,
આ જીવન નિતનવી ઉપાધીઓ લાવે છે
ક્યાંય ડમરીઓ તો ક્યાંક ધુમાડો ઊઠે છે.
