ધરતીકંપ
ધરતીકંપ
1 min
375
સૂતી ધરા જાગી જરા જન ઢંઢોળવા,
ફરી પડખું કેટલાય તન રગદોળવા,
અલ્પ ક્ષણ મચાવ્યો જોરથી હડકંપ,
થરથર ધ્રૂજે છે જન જોઈ ધરતીકંપ,
ટપોટપ પડતા જોઈ ઘર કોઈ પાકા,
થઇ જતા નદી ને તળાવ બહુ વાંકા,
સુકાયા ને વહેણ બદલાયા છે જળના,
બંધ થયા વહેતા ને જળ ઘર નળના,
દબાયા કઈ પશુ પંખી પથ્થર તળે,
માનવીની લાશ મલ્દામાં જોવા મળે,
ડુંગર પીગળી જઈ ધરતીમાં સમાયા,
ઉભરતા દરિયા અને પર્વત કમાયા,
જાગી જરા પછી ધરા ફરી સુઈ ગઈ,
કર્યું ખેડાણ ખોટું જીવ સેંકડોના લઇ,
સૂતી ધરા જાગી જરા જન ઢંઢોળવા,
ફરી પડખું કેટલાય તન રગદોળવા.
