ધરતી પરની સુપરમેન મા
ધરતી પરની સુપરમેન મા
જમ્યા વગર બાળક ને પે'લા જમાડે છે
એવી શક્તિ છે મા ની અંદર
ખરેખર મા સુપર મેન છે,
એક સાથે ભણાવે, રસોઈ કરે
અને ઘરકામ બધુજ કરે છે
ખરેખર મા સુપર મેન છે,
બાળક ને નીંદર ન આવે
ત્યાં સુધી પોતે ભર નીંદરમાં પણ જાગે છે
ખરેખર મા સુપરમેન છે,
નાનું બાળક હોય તો એને તેડી
અને કેટલુંય ચાલી શકે છે
ખરેખર મા સુપર મેન છે,
પોતાની ક્ષમતા ન હોય છતાં
બાળક માંદુ પડે ત્યારે પોતાનું દુઃખ ભૂલી
એને સાજુ કરવા મથે છે ખરેખર મા સુપર મેન,
પોતાના સંતાન માટે
આખી દુનિયા સાથે લડી લે છે
ખરેખર મા સુપર મેન છે,
સંતાન ગમે એવડું મોટું થાય
એની દરેક તકલીફ ને માં હલ કરી આપે છે
ખરેખર મા સુપર મેન છે,
પોતાના છેલ્લા શ્વાસ સુધી
સંતાનનો સાથ હિંમતપૂર્વક આપે છે
ખરેખર મા સુપરમેન છે,
આખી દુનિયા મૂકીદે
પરંતુ મા વિરોધની વચ્ચે પણ
સંતાનને સાથ આપે છે ખરેખર મા સુપર મેન છે,
૪૦ વર્ષ નો ખડતલ યુવાન પણ
મા નાં સહારા વગર અસહાય છે
ખરેખર મા સુપર મેન છે.
