ધોની
ધોની
1 min
11
આપણાં બધાંનો લોકલાડીલો ધોની,
રીટાયરમેન્ટ લઈ આંચકો આપ્યો એ ધોની.
દરેક ભારતીયની એક જ આશ ધોની,
કરે ચમત્કાર જ્યારે ટીમ હોય મુશ્કેલીમાં.
મગજ ઠંડું અને બુદ્ધિમત્તા પ્રખર,
કયારેય નિરાશા કે હાર ન માને ધોની.
ક્રિકેટ જગતમાં જાણીતું નામ ધોની,
હેલિકોપ્ટર શોટ પહેચાન માહીની.
પ્રખર તેજ નજર અને સ્ફૂર્તિ ગજબ,
વિકેટ કિપીંગનો બેતાજ બાદશાહ માહી.
ભારતનો સફળ કપ્તાન ધોની,
જ્યારે ઠાની લે જીત હાંસલ કરે ધોની.
ધોનીની તો વાત જ નાં થાય,
ભાવના સભર હૈયે વસ્યો ધોની.
